આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી લાલપર તાલુકા શાળા ખાતે ૭૫ માં પ્રજા સતાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડીયા, ઉપ સરપંચ રાજુભાઇ જેતપરિયા તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા. શાળાની કરેલ તમામ કામગીરીના દાતાઓનું સાલ ઓઢાડીને શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી લાલપર તાલુકા શાળા ખાતે ૭૫ માં પ્રજા સતાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લાલપર તાલુકા શાળા ખાતે હાલ ચાલતી રીનોવેશનની કામગીરીમાં જેમનું ખુબ મોટું યોગદાન છે તેવા લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિક નરભેરામભાઇ જેતપરિયા અને તેમના પરિવાર દ્વારા પોતાના પુત્રના તિથિ નિમિત્તે દરેક લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
તેમજ પ્રજા સતાક પર્વ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા તમામને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ લાલપર તાલુકા શાળાના નિવૃત્ત શિક્ષક કુબાવત સાહેબ, કરોલિયા જસમતભાઈ તેમજ લાલપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર રાધિકાબેન અને સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોમાં ઉત્સાહ વધારવા રોકડ ઈનામ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર માંથી આવેલ મેડિકલ ઓફિસર દ્રારા લેપ્રસી રોગ અંગે બાળકોને સમજ આપવામાં આવી હતી. લાલપર તાલુકા શાળાના એસ. એમ. સી. સભ્યો અને વાલી ગણ, આચાર્ય કૈલાશભાઈ સાવરીયા અને શાળાનો તમામ સ્ટાફ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ ઉમદા કાર્યક્રમ બદલ શાળાના આચાર્યે તમામનો આભાર માન્યો હતો.