Saturday, January 25, 2025
HomeGujaratમોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ કર્યું અનોખું સેવા કાર્ય:રસ્તે લટકતી ૪૦...

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ કર્યું અનોખું સેવા કાર્ય:રસ્તે લટકતી ૪૦ કિલો દોરીનો જથ્થો કર્યો એકત્રિત

મોરબીની PMSHRI માધાપર વાડી કન્યા શાળાની બાળાઓએ અનોખું સેવા કાર્ય કર્યું છે. મકર સંક્રાતિ બાદ પણ અનેક જગ્યાએ તૂટેલા દોરા લટકતા હોય છે જેને કારણે અનેક લોકોને ગળાના ભાગ સહિત અનેક જગ્યાએ ઈજા પહોચવાના બનાવો બનતા હોય છે. ત્યારે શાળાની બાળાઓએ સ્કૂલે જતાં માર્ગ પરથી તેમજ શાળા અને ઘરની આસપાસથી ૪૦ કિલો જેટલો પતંગનો દોરી એકત્રિત કરી અનોખું સેવા કાર્ય કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક અનોખું સેવા કાર્ય થતું જ રહેતું હોય છે, ત્યારે શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે. એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા કે. લટકતા હોય જેના કારણે બાઈક પર જતાં ઘણા લોકોને ડોકમાં ઈજા પહોંચતી હોય છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોય છે. જે દોરા શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથી ચાલીસ કિલ્લો જેટલા દોરા એકત્ર કર્યા હતા. જેથી રસ્તે જતા લોકોને આ દોરાઓથી નુકસાન ન થાય. તેમજ એકત્ર કરેલા બધા દોરા કર્તવ્ય જીવદયામાં અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કર્યું હતું. જે બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ અને કર્તવ્ય જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!