માળીયા મી.નજીક અકસ્માતમાં મહિલાનું મોત
બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયામાં રહેતા સલીમભાઇ કરીમભાઇ મોવર (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત તા.૮ ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યે માળીયા જામનગર હાઇવે મામલતદાર કચેરી રેલ્વે ફાટક પાસે રોડ ઉપર રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ટ્રક ટ્રેઇલર નંબર-RJ-27-GC-1082 ના ચાલકે પોતાના ટ્રક ટ્રેઇલરને બેફીકરાયથી બેદરકારીથી ચલાવી રોડ ક્રોસ કરતા યુવાનને હડફેટે લેતા ટ્રેઇલર હેઠળ કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સદિકભાઇ કરીમભાઇ મોવરે ટ્રક ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના હળવદ હાઇવે પર અકસ્માત.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક માળીયા-હળવદ હાઇવે રોડ પર સીલ્વર હોટલ સામે અણીયારી ચોકડી પાસે તા.૯ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં જી-જે-૧૨-બી-એફ-૩૫૫૩ નંબરની કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી રૂક્ષમણીબેન હકાભાઇ ઝીંઝુવાડીયા (રહે.જુના ધનાળા, તા.હળવદ) નામની મહિલાને હડફેટમા લેતા તેણીને ગંભીર ઇજા થવાથી તેણીનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ હકાભાઇ મોહનભાઇ ઝીંઝુવાડીયાએ કાર ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.