મોરબી જિલ્લામાં ગઈકાલે બે લોકોનાં અકાળે મોતનાં બનાવો સામે આવ્યા છે. જેમાં મોરબીના જીવાપર ગામની સીમમાં એક યુવકને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય બનાવામાં પેરાલીસીસની બીમારીથી પીડાતા યુવકે ચંદ્રગઢ(લીલાપુર) ગામ ખાતે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
પ્રથમ બનાવમાં, મોરબીના લાફોન ગ્રેનાઈટો સીરામીકમા જીવાપર ખાતે રહેતા નારૂભાઇ પાનસીંગભાઇ ભાભોર નામના યુવકને લાફોન ગ્રેનાઈટો સીરામીકમા કસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા પાણીની ટાંકીમાં પડી જતા તેને સ્થળ પર હાજર લોકો દ્વારા બહાર કાઢી સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, હળવદના ચંદ્રગઢ (લીલાપુર) ગામ ખાતે રહેતા કીશોરભાઇ રણછોડભાઇ કટકીયા નામના યુવકને દોઢેક વર્ષ પહેલા પેરાલીસીસની અસર થતા જમણી બાજુના અંગ મા અસર થઇ ગયેલ હોય અને મગજ બરાબર કામ કરતુ ન હોય તથા કાઇ બોલી શકતા ન હોય અને દોઢેક વર્ષથી બીમારીથી પીડાતા હોય જેથી યુવકે પોતાના રહેણાંક મકાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર મામલે તેના નાના ભાઈ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી
હતી.