Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રીની હાજરીમાં સ્નેહમિલન સમારોહનું આયોજન

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રીની હાજરીમાં સ્નેહમિલન સમારોહનું આયોજન

  • નવા વર્ષના પ્રારંભ નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા ક્લોક સામેના જે.પી.ફાર્મ ખાતે તા.13 ને , શનિવારે સાંજે ૩-૩૦ કલાકે જાજરમાન સ્નેહમિલન સમારોહ યોજાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરા, પ્રદેશ મહામંત્રી તથા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજય બ્રિજેશભાઇ મેરજા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઇ પટેલ, મોરબી જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, મોરબી જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભાનુભાઇ મેતા, મોરબી જિલ્લા પંચાયત ચંદુભાઇ સિહોરા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, મગનભાઇ વડાવીયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓને હાજર રહેવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પ્રધ્યુમનભાઇ પટેલ, મહામંત્રી જયુભા જાડેજા, ગણપતસિંહ ઝાલા, જિલ્લા ભાજપના મહા મંત્રી જેસંગભાઇ હુંબલ, શીરીષભાઇ કાવર સહિતનાઓ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!