Saturday, December 21, 2024
HomeGujaratMorbiમોરબી : મોરબી જીલ્લામાં મેઘમહેર છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે ચાલી રહી છે...

મોરબી : મોરબી જીલ્લામાં મેઘમહેર છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે ચાલી રહી છે ત્યારે હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ચાલી રહેલા અવિરત વરસાદના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે

જેમાં હળવદના કડીયાણા ગામે મકાનની દીવાલ ધસી પડી હતી જેના લીધ ચાર ભેંસો અને બે નાની પાડી મળી કુલ છ જીવના મોત નિપજ્યા છે. દીવાલ ધસી પડવાને કારણે ભેંસોના મૃતદેહને બહાર કાઢવામાં પણ તકલીફ પડતા જેસીબીની મદદથી મૃતદેહોને કાઢવા કવાયત હાથ ધરાઈ હતી
એક સાથે છ માલઢોરના મોત નિપજતા હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા રાણાભાઈ કરમશીભાઈ ભરવાડ કે જેઓ વર્ષોથી પશુપાલનથી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે તેના માલઢોર ચાર ભેંસો અને બે પાડી ગામમાં આવેલ સવાભાઈ બલુભાઈના મકાનની દીવાલ પાસે ઓથ લઈને ઊભી હતી. તે સમયે મકાનની દીવાલ ધસી પડતાં ચાર ભેંસો ના મોત નિપજ્યા હતા જો કે માલધારી રાણાભાઇ ભરવાડ દ્વારા રાજ્ય સરકાર તરફથી સહાય કરવામાં આવે તેવી પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!