મોરબીના લાયન્સનગર વિસ્તારના લોકોએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પાયાની (ભૌતિક) સુખ સુવિધાઓ જેમ કે પાકા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, શુદ્ધ પીવાનું પાણી અને રોડ રસ્તાની સફાઈ કરવા બાબતે રજૂઆત કરી છે.
મોરબીના લાયન્સ નગરના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી પાયાની (ભૌતિક) સુવિધાઓ આપવા માંગ કરતા જણાવ્યું છે કે તેમની સોસાયટીમાં એસસી, ઓબીસી, લઘુમતી જાતિના લોકો વસે છે. જે આર્થિક રીતે ખૂબ નબળા છે તેમજ અત્યાર સુધી ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થઈ નથી. તેમજ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ત્યારે મોરબી મહાનગર પાલિકા બનતા ભૌતિક સુખ સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ સાયન્સ સ્કુલથી સતનામ એપાર્ટમેન્ટ સુધી રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી વહેલી તકે બુરાણ કરવામાં આવે જેથી સ્કૂલે જતાં નાના બાળકો અને વૃદ્ધોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી રોડને સીસી રોડ તાત્કાલિક બનાવી તેમજ ભૂગર્ભ ગટરની સુવિધા આપવા માંગ કરાઇ છે. જે મોરબી મહાનગર પાલિકાના નાગરિકો હોવાથી અને મતાધિકારનો ઉપયોગ કરતા હોવાથી ભૌતિક સુવિધા પૂરી પાડવા માંગ કરવામાં આવી છે.