મોરબી-૨ ઇન્દિરાનગરની બાજુમાં આવેલ ગાયત્રીનગરમાં રહેણાંક બહાર પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બાઇક ચોરીની ફરિયાદ અંગે મળતી વિગતો મુજબ, મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર પાસે આવેલ ગાયત્રીનગરમાં રહેતા સાવનભાઈ હિતેશભાઈ માલકીયા ઉવ.૨૧ વાળાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૦૮/૧૨ ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ ઓફિસેથી ઘરે આવી પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એબી-૪૬૯૧ પોતાના રહેણાંક મકાનની બહાર પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા આ બાઇકની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ બી ડિવિઝનમાં રૂબરૂ સાવનભાઈએ મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









