મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરી નજરબાગ ફાટક પાસે વેપારી પ્રૌઢ પ્લાસ્ટિકની થેલીમાં કઈક છુપાવતા હોય તેમ શંકાસ્પદ હાલતમાં નીકળતા બી ડિવિઝન પોલીસે તેમને અટકાવી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૪ નંગ બોટલ કિ.રૂ.૪,૪૦૦/-મળી આવી હતી, જેથી તુરંત પોલીસે આરોપી રાજેશભાઇ ગોરધનભાઇ સોલંકી ઉવ.૫૨ રહે.જીવરાજપાર્ક સોસાયટી સાયન્સ કોલેજ પાછળ મોરબી-૨ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.