હાલ મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈને મોરબી આંગડિયા એસોસિએશનના અધિકારીઓની આજરોજ બેઠક મળી હતી જેમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે તકેદારીના ભાગરૂપે શનિવાર અને રવિવારે એમ બે દિવસ ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને દિવસોમાં આંગડિયાનું કામ સંપૂર્ણ બંધ રહેશે, તેમ મોરબી આંગડિયા એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે.