રાજકોટના ક્રિકેટ સટ્ટા કાંડમાં બુકી નીચે કામ કરતા વધુ ૩૦ શખ્સોના નામ ખુલ્યા છે. જેમાં કરોડોના વ્યવહાર થયાની શક્યતાઓ દર્શાવાઇ છે. ત્યારે હવે આ પ્રકરણમાં વાંકાનેરનાં ધારાસભ્યના ભાઈની સંડોવણી ખુલી છે. ત્યારે આ મામલો હવે ટોક ઓફ ટાઉન બન્યું છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાંથી ત્રણ દિવસ પહેલાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ભાંડાફોડ કરેલા મસમોટા ક્રિકેટ સટ્ટાની તપાસની તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાથમિક તપાસમાં બે માસ્ટર આઇડીમાંથી અધધ ૨૪ કરોડના વ્યવહાર થયાનું અને બંને આઇડીમાં સોદા નાંખનાર ૩૦ ગ્રાહકના નામ તપાસમાં ખુલ્યા છે. જેમની સામે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હવે આ મામલામાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ભાઈ રાજુભાઈ સોમાણીનું નામ પણ ખુલતા વાંકાનેર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.ત્યારે હવે રાજુ સોમાણી પર કેવી કાર્યવાહી થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.