દર વર્ષે 3-4 ફિલ્મોમાં જોવા મળનારા અક્ષય કુમારને બોલિવૂડની સફળતાની ગેરેન્ટી તરીકે જોવામાં આવે છે. તે સૌથી વ્યસ્ત એક્ટર્સમાંના એક છે. ત્યાં સુધી કે લોકડાઉનમાં જ્યારે તે શૂટિંગ ન કરી શક્યા તો તેણે તે સમયનો ઉપયોગ સ્ક્રિપ્ટ વાંચવામાં અને તેને ફાઇનલ કરવામાં કર્યો. રિપોર્ટ્સ મુજબ અક્ષયે માત્ર આગામી બે વર્ષની ફિલ્મો ફાઇનલ કરી છે એટલું જ નહીં તેણે તેની ફી પણ વધારી છે.
2022 માટે 135 કરોડ રૂપિયા ચાર્જ કરશે
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, લોકડાઉનના થોડા મહિનામાં અક્ષયે તેની ફી 98 કરોડથી 108 કરોડ કરી. હાલમાં જ સાઈન કરેલી ફિલ્મો માટે 117 કરોડ રૂપિયા લીધા, જે 2021માં રિલીઝ થશે. જ્યારે 2022માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે 135 કરોડ રૂપિયા ફી લેશે.