વાંકાનેરના કોઠી ગામે ઘરના ફળીયામાં હેન્ડલ લોક કરીને પાર્ક કરેલ હીરો કંપનીના સ્પ્લેન્ડર કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરી લઇ ગયાનો બનાવ બનવા પામ્યો હોય. હાલ બાઈક ચોરીની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર મોરબી શહેરના ત્રાજપર શેરી નં.૮ માં રહેતા લખમણભાઇ મેરૂભાઇ ગોલતરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ લખાવી જાહેર કર્યું કે લખમણભાઈના નામે હીરો કંપની સ્પ્લેન્ડર બાઈક રજી. જીજે-36-કે-8182 છે. જે બાઈક તેમનો ભાણેજ મહેશભાઈ રાઘવભાઈ મુંધવા રહે.વાંકાનેર તાલુકાના કોઠી ગામે ઉપયોગ કરતો હોય, ત્યારે ગત તા.05/02ના રોજ રાત્રીના ઉપરોક્ત સ્પ્લેન્ડર બાઈક ઘરના ફળીયામાં હેન્ડલ લોક કરી પાર્ક કર્યું હોય જે કોઈ અજાણ્યા ચોર ઈસમ ત્યાંથી ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચોરી અંગે તપાસ શરુ કરી છે.