Sunday, September 22, 2024
HomeNewsવાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી દેશી દારૂ ભરેલ ઇનોવા સાથે બે શખ્સો પકડાયા

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી દેશી દારૂ ભરેલ ઇનોવા સાથે બે શખ્સો પકડાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વઘાસીયા ટોલનાકા પાસેથી ૪૦૦ લીટર દેશી દારૂ ભરેલ ઈનોવા ગાડી સાથે રાજકોટના બે આરોપીઓની અટકાયત કરી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન મળેલ ખાનગીરાહની બાતમીને આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી ઇનોવા કાર રજી.નં. જીજે-૦૧-એચપી-૪૭૧૯ માંથી ૪૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ. ૮૦ હજાર સાથે આરોપી મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૪૨ રહે.રાજકોટ મયુરનગર મેઈન રોડ તથા આરોપી જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણ ઉવ.૨૪ રહે.રાજકોટ ચુનાળાવાસ શેરી નં- ૨-૩ ની વચ્ચેવાળાને પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે દેશી દારૂ તથા ઇનોવા કાર સહિત ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે પ્રોહી.હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!