વાંકાનેરના સેવા ભાવી યુવાન રવિ કારીયા આજે જન્મદિવસ નિમિતે બર્થડે પાર્ટીના ખોટા ખર્ચા કરવાંને બદલે અબોલ જીવને ઘાસચારો નાખી પોતાના જન્મદિવસની કંઈક અલગ રીતે ઉજવણી કરી હતી.
આ દેખા દેખીના જમાના લોકો પોતાના જન્મદિવસમાં સિતારા હોટલોમાં જઈ પોતાના જન્મદિવસની ઉજવાણી કરતા હોય છે ત્યારે આ બધાથી અલગ બર્થડે પાર્ટીના ખોટા ખર્ચ કરવાના બદલે વાંકાનેરના સેવા ભાવિ યુવાન રવિ કારીયા દ્વારા આજે પોતાના 26માં જન્મદિવસ નિમિતે પોતના મિત્રો સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા રેઢિયાર ગૌવંશોને લીલો ઘાસચારો નાખી પોતાની જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું