મોરબી જીલ્લામાં વાંકાનેર તથા ટંકારા તાલુકામાં બે જુદા જુદા અપમૃત્યુના બનાવો સામે આવ્યાં છે. જેમાં વાંકાનેરમાં નિવૃત આર્મીમેનનું હાર્ટ એટેકને કારણે જ્યારે બીજા બનાવમાં ઝેરી દવા પી સગીરાનું મોત થયું હોવાનું પોલીસ વિગતોમાં જાણવા મળ્યું છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં, ભાટીયા સોસાયટી શીવ મંડપવાળી શેરી વાંકાનેરમાં રહેતા અશોકભાઈ ઉમીયાશંકરભાઈ ત્રીવેદી ઉવ.૬૭ નામના નિવૃત આર્મીમેન ગઈકાલ તા.૧૯/૧૧ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે તેઓને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં ટંકારા તાલુકાના મીતાણા-વાલાસણ રોડ મીતાણા ગામે રહેતા તેજલબેન શીવાભાઈ સાડમિયા ઉવ.૧૭ નામની સગીરાએ તા.૧૮/૧૧ના રોજ કોઈ કારણસર ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેથી તુરંત પરિવારજનો તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









