હળવદ તાલુકાના કડીયાણા ગામે લીવરની લાંબા સમયની તકલીફથી પીડાતા એક આધેડે ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
હળવદ તાલુકાના નવા કડીયાણા ગામે કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં જાદવજીભાઈ કાનજીભાઈ વઢરેકીયા ઉવ.૪૭ વાળાને છેલ્લા એકાદ વર્ષથી લીવરની ગંભીર તકલીફ હતી, જેના કારણે તેઓ માનસિક રીતે ખૂબ કંટાળેલા હતા. આ પરિસ્થિતિમાં ગત તા.૦૬/૦૧ના રોજ પોતાના રહેણાક મકાને પાકમાં છાટવાની ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તા.૦૮/૦૧/૨૦૨૬ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.









