હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સલમાબેન ઉર્ફે સોનુ આસિફભાઈ મનસુરભાઈ મીર ઉવ.૩૮ નામના મહિલા આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૦મીલી.ની ૨૭ બોટલ કિ.રૂ.૨,૭૦૦/- મળી આવતા તુરંત આરોપી સલમાબેન ઉર્ફે સોનુ મીરની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.