હળવદ તાલુકાના દિઘડિયા ગામે કરિયાવર બાબતે ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પતિ સાથે થયેલ ઝઘડા બાદ આત્મહત્યા કરી લેતા બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ દાખલ કરાવી હતી.ત્યારે આ બનાવમાં જેઠ-દિયર નો જામીન પર છુટકારો થયો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.8/8/2025 ના રોજ હિતેશકુમાર પુંજાભાઈ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં તેની બહેનને લગ્ન બાદ આ તેના સાસરિયાવાઓએ તેના ખાતામાં પડેલા રૂ.૨,૦૦,૦૦૦/-થી સોનાના ઘરેણા લાવવા માટે ચળામણી કરતા તેમજ અવારનવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. જેથી ફરિયાદીના બહેન અને તેના પતિ વચ્ચે ઝઘડો થતાં તેમને લાગી આવતા તેમજ દુ:ખ ત્રાસથી કંટાળી જતા ફરિયાદીના બહેનને આત્મહત્યા કરી હતી.જે ફરિયાદ દાખલ થતા હળવદ પોલીસે વિશાલભાઈ ચતુરભાઈ મકવાણા, હીરાબેન દિનેશભાઈ મકવાણા, નટુભાઈ ચતુરભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચતુરભાઈ મકવાણા, સમુબેન ચતુરભાઈ મકવાણા તમામને આરોપી બનાવ્યા હતા.જેમાં નટુભાઈ ચતુરભાઈ મકવાણા અને પ્રવીણભાઈ ચતુરભાઈ મકવાણાની ધોરણસર અટક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના વકીલ જીતેન્દ્રસિંહ.આર.જાડેજા દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.જેમાં આરોપીના વકીલની ધારદાર દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (પી. વી. શ્રીવાસ્તવ)એ નટુભાઈ ચતુરભાઈ મકવાણા અને પ્રવીણભાઈ ચતુરભાઈ મકવાણાને શરતી જામીન પર મુક્ત કર્યા છે.જેમાં આરોપી તરફે મોરબીના વકીલ જીતેન્દ્રસિંહ.આર.જાડેજા રોકાયેલા હતા.