૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બૂટલેગરો ની તૈયારી શરૂ થાય એ પહેલા જ હવે મોરબી પોલીસ પણ તેઓને પકડી પાડવા તૈયારિ કરી લીધી હોય તેમ મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ટીબડી ગામની સીમમાં મોરબીથી માળીયા (મિં) હાઇવે ઉપર શ્રી ગણેશ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાં તેજસભાઇ મનુભાઇ વહેરાએ ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી તેનુ વેંચાણ કરે છે. જે હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સ્થળ પર રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની કાચની નાની-મોટી કંપની શીલપેક અલગ-અલગ બ્રાન્ડની ૯૫૧૬ બોટલોનો રૂ.૮૫,૪૫,૨૦૦/-, બીયરના ૫૦૦ મીલીના ૩૦૦૦ ટીનનો રૂ.૬,૩૨,૨૮૦/- તથા મહિન્દ્રા કંપનીની GJ-13-W-2878 નામરની બોલેરો પીકઅપનો રૂ.૩,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસે કુલ રૂ.૯૪,૭૭.૪૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેજસભાઇ મનુભાઇ વહેરા તથા બોલેરો પીકઅપના માલીક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









