મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી ડી.વાય.એસ.પી. પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. પી.ડી. સોલંકી તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેરનાં નવા રાજાવડલા રામાપીરના મંદીરવાળી શેરીમા રેઇડ કરી ચાર ઈસમોને જુગાર રમતા પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમને ખાનગીરાહે હકીકત મળેલ જે હકીકત વાળી જગ્યા નવા રાજાવડલા રામાપીરના મંદીરવાળી શેરીમા રેઈડ કરી ભરતભાઇ અમૃતભાઇ ચાવડા, કીશોરભાઇ નરસીંગભાઇ ડેડાણીયા, ડાઈબેન દાડમસીંગ સોલંકી તથા કીરણબેન રમેશભાઈ છત્રોટીયા નામના કુલ-૪ સ્ત્રી-પુરૂષ ગેર કાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૨,૯૦૦/- સાથે મળી આવતા સદર મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ચારેય ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.