મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા ખાસ ઝુમ્બેશનું આયોજન કરવામાં આવ્યું હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન જિલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએ રેઈડ કરી ૦૮ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા હતા.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે કબીર ટેકરી શેરીનં.૩ ખાતે રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા હાજીભાઇ મુસાભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકીર શેરીનં.૩), પરવેઝભાઇ દાઉદભાઇ ચાનીયા (રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૨) તથા લાલજીભાઇ શંકરભાઇ કગથરા (રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૩) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂ. રૂ.૧૫,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રવાપર બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ ખાતે આવેલ ભાણજીભાઈ નારણભાઈ પાડલીયાના ફલેટમા રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી જુગાર રમતા ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા (રહે.રવાપર રોડ બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ મોરબી મુળ રહે.આંદરણા તા.જી.મોરબી), નવનીતભાઈ ગોપાલભાઈ સાપોડીયા (રહે.રવાપર ગામ ન્યુ એરા સ્કુલની પાછળ હેવન હાઈટસ ફ્લેટ નં.૪૦૧ મોરબી મુળ રહે.જીંજરીયા ગામ તા.માણાવદર જી.જુનાગઢ), અક્ષયભાઈ મનસુખભાઈ સુરૈયા (રહે રવાપર ગામ ન્યુ એરા સ્કુલની બાજુમા હેવન હાઈટસ ફ્લેટ નં.૨૦૨ મોરબી મુળ રહે બુરીગામ તા.માણાવદર જી.જુનાગઢ), કૌશીકભાઈ ચમનભાઈ સંતોકી (રહે ઉમા ટાઉનશીપ બીજી લાઈન સાંઇમેકસ એપાર્ટેન્ટ બ્લોકનં.૨૦૧ સામાકાઠે મોરબી-૨ મુળ રહે.સુરેન્દ્રનગર ઉમીયા ટાઉનશીપ ૮૦ ફુટ રોડ) તથા ભગવાનજીભાઇ ખેમચંદભાઇ મેઘાણી (રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩ રાજુભાઇ કચોરીયાના ભાડાના મકાનમાં) નામના શખ્સોને રોકડા રૂ.૫૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.