મોરબી: વાંકાનેર નજીક સીરામીકના કારખાના ધરાવતા મોરબીના સીરામીક ઉદ્યોગકાર સાથે ઠગાઈ કરવામાં આવી છે. આ મામલે તેમણે પોતાના બંને કારખાનામાંથી ટાઇલ્સ લઈને પૈસા ન આપનાર 10 જેટલા વેપારી પેઢીના સંચાલકો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા ધીરજલાલ નારણભાઈ કાસુન્દ્રાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ કે ઢુવા પાસે અને માટેલ રોડ ઉપર ન્યુ પર્લ વિન્ટ્રિફાઇડ તેમજ રેકસોના વિટ્રીફાઇડ એમ આ બે કારખાના આવેલ હોય અને આ બંને કારખાનામાંથી વારંવાર તેઓની સાથે સંકળાયેલા જુદી જુદી વેપારી પેઢીના સંચાલકો દ્વારા માલની ખરીદી કરવામાં આવી હતી અને ત્યારબાદ તે માલની ચૂકવવાની થતી રકમ ચૂકવવામાં આવેલ નથી જેથી કરીને તેઓની સાથે 1.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જેથી હાલમાં ભોગ બનેલા આ ઉદ્યોગકારે વેપારી પેઢીના સંચાલકોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. આ વેપારી પેઢીઓની સામે ફરિયાદ નોંધાય છે તેમાં શ્રી મંજુનાથા ટાઇલ્સ માર્ટ પ્રો. સદાશીવ ગ્રાઉન્ડ ફ્લોર એંસી ફુટ રોડ બેંગ્લોર કર્ણાટક, અજય સીરામીક પ્રો. કર્ણાટક, ન્યુ પેરલ સીરામીક પ્રો. બેંગ્લોર, પ્રીમીયમ ટાઇલ્સ એન્ડ સીરામીક પ્રો. બેંગ્લોર, સ્પ્લેન્ડીડ માર્કેટીંગ પ્રો વંદના રેડી બંડલા ફસ્ટ ફ્લોર સાઇટ નંબર એકસો 38/6 ન્યુ નંબર 5100/6 ખાતાનો એકસો બાણુ ભટારા હલ્લીવીલેજ કે. આર. પુરાબેંગ્લ, વી.એમ, ટ્રેડર્સ પાર્ટનર કેરલ, ટીલીચેરી ટ્રેડીંગ કોર્પોરેશન કેરલ, મોજેકો ટાઇલ્સ પ્રો . કેરલ, અરવિંદ ટાઇલ્સ પ્રો . ચેન્નાઇ તમીલનાડુ અને બાથ ક્રીયેશન પ્રો. છતીસગઢ વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે