Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ ઉપર રહેણાંકની બહાર મોપેડમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપાઈ:મહિલા...

મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંકની બહાર મોપેડમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપાઈ:મહિલા આરોપીની શોધખોળ

મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનની બહાર પાર્ક કરેલ મોપેડમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપી લીધેલ હતી. દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો તેમજ મોપેડ કબ્જે લઇ આરોપી મહિલા હાજર મળી ન આવતા તેની વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપી મહિલાને ઝડપી લેવા શોધખોળ શરુ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે વાવડી રોડ સ્વામિનારાયણ પાર્કમાં રહેતી આરોપી મહિલા પોતાના રહેણાંક મકાન બહાર પાર્ક કરેલ જ્યુપીટર મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે મળેલ બાતમીને આધારે તાત્કાલિક હકીકત મુજબની જગ્યા ઉપર દરોડો પાડતા રહેણાંક બહાર પાર્ક કરેલ જ્યુપીટર રજી.નં. જીજે-૩૬-એએચ-૦૦૪૪ની ચાવી જ્યુપીટરમાં જ હોય જેથી ચાવીથી ડેકી ખોલી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જયારે દરોડા દરમિયાન મહિલા આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા રહે.વાવડીરોડ નેરા પેટ્રોલ પંપ પાછળ સ્વામીનારાયણ પાર્ક સોસાયટી મોરબી હાજર મળી આવેલ ન હતી જેથી મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી મહિલાને ફરાર દર્શાવી તેની સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી મહિલા આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!