મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ 10 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. અને તેમના વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીનાં આધારે ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણાનાં ભડીયાદ રોડ, જવાહર સોસાયટી ખાતે આવેલ રહેણાંક મકાનમા રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી જુગારધામ ઝડપી પાડી જુગાર રમતા ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણા, દિનેશભાઇ કેશુભાઇ પરમાર, રાજુભાઇ તેજાજી રાઠોડ, રધુભાઇ લાખાભાઇ જોગડીયા, વિનોદભાઇ ચકુભાઇ અધારા, કરશનભાઇ પ્રેમજીભાઇ સાવરીયા તથા મુળજીભાઇ સામજીભાઇ વધોરાની અટકાયત કરી તેમની પાસેથી કુલ રોકડ રૂ.૨૯,૬૭૦/- તથા રૂ.૨૧૦૦૦/-ની કિંમતના ૭ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫૦,૬૭૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મદીના સોસાયટી ફારૂકભાઇ મેમણના મકાન નજીક ચોકમાં રેઇડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા અશ્ર્વિનભાઇ માનસીંગભાઇ ધોળકીયા, રોહિતભાઇ કેશુભાઇ કુંવરીયા તથા જીજ્ઞાબેન રમેશભાઇ બાબુભાઇ સાતોલા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૪,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.