મોરબી ના ઝીંઝુડા માં ઝડપાયેલા 593 કરોડ 25 લાખ ના 118 કિલો ડ્રગ્સ રેકેટ મામલે પકડાયેલા ત્રણ આરોપીઓ શમસુદીન,ગુલામ હુસેન,મુખ્તાર ઉર્ફે જબ્બાર હાલ તારીખ 28 નવેમ્બર સુધી રિમાન્ડ પર હોય ત્યારે રિમાન્ડ ના પહેલા દિવસે જ આરોપીઓએ વટાણા વેરી દીધા હતા અને આરોપીઓ ની કબુલાત ને આધારે ગુજરાત ATS ની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા ના નાવદ્રા બંદર માં દરોડો પાડી 120 કરોડના 24 કિલો હેરોઇન ડ્રગ્સ સાથે એક આરોપી અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયા ને ઝડપી પાડ્યો હતો અને રાજસ્થાન ના શિરોહી પાસેથી ઇકબાલ અલિમિયા સૈયદ અને અરવિંદ યાદવ ને 12 કિલો હેરોઇન ડ્રગ્સ ની ડીલીવરી આપે એ પહેલા જ ઝડપી લેવામાં આવ્યા હતા અને અન્ય એક આરોપી ઈશા રાવ જોડિયા વાળા ની શોધખોળ આદરી છે અને ઈશા રાવ નો પુત્ર હુસૈન ઈશા રાવ પણ સમગ્ર પ્રકરણ માં સંડોવાયેલો હોય જેને ATS ની ટિમ દ્વારા જોડિયા ખાતે થી ઝડપી લેવામાં આવ્યો હતો .જે તમામ આરોપીઓ ને આજે મોરબી એનડીપીએસ એન્ડ સેસન્સ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા ચારેય આરોપીઓ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
રાજસ્થાન ના શિરોહી પાસે ઝડપાયેલા આરોપીઓ અરવિંદ યાદવ અને ઇકબાલ એ પ્રાથમિક પૂછપરછમાં કબુલાત આપી છે કે તેઓની પાસે મળેલું 12 કિલો ડ્રગ્સ જે નાવદ્રા બંદર થી લઈ આવ્યા હતા તેની ડિલિવરી લોરેન્સ બિશનોઈ ગેંગ ના અંકિત જાખર ને કરવાના હતા અંકિત જાખર બિશનોઈ ગેંગ ના ભોલા શૂટર નો માણસ છે ભોલા શૂટર જેલ માંથી ડ્રગ રેકેટ ચલાવી રહ્યો છે .
જાણો કોણ છે કુખ્યાત ગેંગસ્ટર ‘ભોલા શૂટર’?
ડ્રગ્સ રેકેટ ના તાર નો એક છેડો પાકિસ્તાન અને બીજો છેડો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈ ગેંગ સાથે જોડાયેલો છે ATS દ્વારા રાજસ્થાન થી પકડવામાં આવેલ 12 કિલો ડ્રગ્સ ની સપ્લાય લોરેન્સ બિશનોઈ ગેંગ ના ખાસ શૂટર ભારત ભુષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર નો માણસ અંકિત જાખર જે પણ બિશનોઈ ગેંગ નો સભ્ય છે તેને કરવાની હતી .ભોલા શૂટર જે કુખ્યાત ગુનેગાર છે તેના પર અલગ અલગ રાજ્યો માં ખૂન ,ખંડણી, અપહરણ, ફાયરિંગ જેવા 100 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને ભોલા શૂટર અને અન્ય ગેંગ ના ગેંગવોર માં 16 વર્ષ ના બાળક ને ગોળી વાગતા મોત નીપજ્યું હતું જે કેસ માં હાલ ભોલા શૂટર ફરીદકોટ જેલ માં છે અને ત્યાંથી પણ તે ગુનાઓ આચરી રહ્યો છે અને ભોલા શૂટર ની અવાર નવાર જેલ માં પાર્ટી કરવી અને જેલ માં મોબાઈલ વાપરવો ફેસબુક લાઈવ કરવા જેવી હરકતો સામે આવતી રહે છે છતાં પણ ભોલા શૂટર અને લોરેન્સ બિશનોઈ સહિત ગેંગ ના કુખ્યાત ગુનેગારો પર અલગ અલગ રાજ્યો માં અસંખ્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણ સંડોવાયેલા વધુ પાંચ આરોપીઓ ની પણ ગઈકાલે પંજાબ થી ધરપકડ કરી લેવામાં આવી છે જેથી મોરબી ઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણ માં અત્યાર સુધી કુલ 11 આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા છે અને એક આરોપી ની શોધખોળ ચાલુ છે અને હજુ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ગુજરાત ATS ના વડા હિમાંશુ શુકલા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ATS ટિમ દ્વારા કાબિલેદાદ કામગીરી કરતા એક જ દિવસ માં પંજાબ અને રાજસ્થાન એમ બે અલગ અલગ રાજ્યો માં તથા દ્વારકા ના નાવદ્રા બંદર અને જામનગર ના જોડિયા ગામ સહિત કુલ ચાર અલગ અલગ જગ્યા એ એક જ દિવસ માં રેડ કરી ને ઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણ માં સંડોવાયેલા 11 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે.