નાગરિકોને ઈમરજન્સી સેવાઓમાં વધુ ત્વરીત સુરક્ષા પુરી પાડવા સરકારનો નવતર અભિગમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ થયો હતો. ત્યારે આજ રોજ મોરબી જિલ્લામાં 10 જનરક્ષક વાન ફાળવવામાં આવી છે. જેને લીલી ઝંડી આપી મોરબી જિલ્લા એસ.પી. એ લોકોની સેવામાં રવાના કરી છે.
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 112 મુજબનો નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. તમામ 100,108, 118 સહિતની સેવાઓને એક છત્ર નીચે આવરી 112 નંબર જન સંપર્ક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ મોરબી જિલ્લામાં 10 જનરક્ષક વાન ફાળવાઈ છે. જેને એસપી મુકેશ પટેલ દ્વારા લોકોની સેવામાં રવાના કરાઈ છે. ત્યારે 10 જનરક્ષક વાન આવતા પોલીસની કાર્ય ક્ષમતામાં વધારો થશે અને પોલીસ વધુને વધુ લોકોની મદદ કરી શકશે. જીઓ ફેન્સીંગ અને જીઓ લોકેશનના આધારે આ સેવા પુરી પાડવામાં આવશે. અરજદાર જે સ્થળથી ફોન કરશે તેની સૌથી નજીક રહેલ પી.સી.આર. તેની મદદે પહોંચી જશે. જેમાં મોરબી અને હળવદ તાલુકામાં 2- 2 તેમજ અન્ય પોલીસ મથકોમાં એક-એક વાન 24 કલાક સ્ટેન્ડ બાય રહેશે. દરેક વાનમાં ડ્રાઈવર સહિત 3 પોલીસ કર્મચારીઓ 24 કલાક સ્ટેન્ડ બાય રહેશે. જેથી નાગરિકોને કોઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર હોય તો 112 પર કોલ કરવા એસપી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.