હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આગામી 27 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન અંગે આજની મિટિંગમાં નિર્ણય લેવાયો છે.
વિધાનસભાની ચૂંટણીના આગમન પહેલા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. રાજ્યની 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. આ ચૂંટણીના આયોજનને પાગલે આજે બેઠક યોજાઈ હતી જેમાં કરાયેલી જાહેરાત મુજબ તા. 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પત્રક રજુ કરવાની છેલ્લી તરીખ નક્કી કરાઈ છે. તા.12 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પત્રક ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર નક્કી કરાઇ છે. તેમજ 27 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન જરૂર જણાય તો પુનઃ મતદાન તા. 28 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 29 ડીએમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવા અંગેની ઉચ્ચકક્ષાએથી જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી હોવાથી દરેક રાજકિય પક્ષ માટે આ ચૂંટણી મહત્વની બની રહેશે.