Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં વીસીપરાના રહેણાંક મકાનમાંથી 104બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોરબીમાં વીસીપરાના રહેણાંક મકાનમાંથી 104બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વીસીપરા વિસ્તારના રહેણાંક મકાનમાંથી 104 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતા આરોપીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલ, પીએસઆઇ એ.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે પો.હેડ.કોન્સ બી.આર.ખટાણા તથા પો.હેડ.કોન્સ ડી.એચ.બાવળીયાને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે વીસીપરામાં રહેતા ઓસમાનભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇના રહેણાક મકાનમાં દરોડો પાડતા ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નોટલ નંગ-૧૦૪ કિ.રૂ. ૩૮,૨૫૦નો મુદામાલ મળી આવ્યો હતો.

જેને પગલે પોલીસે ઓસમાન ભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇ કટીયા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!