મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે સામાકાંઠે ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૫ નંગ બોટલ ઝડપી લીધેલ હતી, રેઇડ દરમિયાન આરોપીઓ હાજર નહીં મળી આવતા બંને આરોપીને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન કોન્સ વિપુલભાઇ ગગુભાઇ, મનોજભાઇ નારણભાઇ તથા સંજયભાઇ દિલીપભાઇને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી-૨ ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં વિજય મકવાણા અને ભરત મકવાણાએ પોતાના રહેણાક મકાનમાં વેચાણ અર્થે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોય જે મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૫ નંગ બોટલ કિ.રૂ ૭૧,૬૦૬/- નો મુદામાલ મળી આવ્યો હતો, દરોડા દરમિયાન બંને આરોપી વિજયભાઇ સીવાભાઇ મકવાણા તથા આરોપી ભરતભાઇ ધનજીભાઇ મકવાણા બંનેરહે-જવાહર સોસાયટી, ભડીયાદ રોડ મોરબી-૨ હાજર નહિ મળી આવેલ હોય જેથી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.
આ સફળ કામગીરી પીઆઇ
એન.એ.વસાવા, પીએસઆઇ બી.એ.ગઢવી, હેડ.કોન્સ. જગદિશભાઇ જીવણભાઇ, જયપાલભાઇ જેસીંગભાઇ, વિપુલભાઇ ગગુભાઇ, ભાવેશભાઇ કનુભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, સંજયભાઇ દિલીપભાઇ, મનોજભાઇ નારણભાઇ, અજયસિંહ તીખુભા, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજપાલસિંહ રામદેવસિંહ, પ્રિયંકાબેન ગૌતમભાઇ સહિતના દ્વારા કરવામાં આવી હતી.