Monday, July 15, 2024
HomeGujaratમાળીયા મિયાણાના ઘાટીલા-વેજલપર માર્ગ પરથી કારમાંથી 108 બોટલ દારૂ,72 ટીન બિયરનો જથ્થો...

માળીયા મિયાણાના ઘાટીલા-વેજલપર માર્ગ પરથી કારમાંથી 108 બોટલ દારૂ,72 ટીન બિયરનો જથ્થો ઝડપાયો

ઘાટીલાથી વેજલપર ગામને જોડતા માર્ગ પરથી માળીયા પોલીસે કારમાંથી દારૂ, બિયરના ટીન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.માળીયા પોલીસે બાતમી આધારે માળીયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામથી વેજલપર ગામને જોડતાં માર્ગ પર પુલ પાસેથી પસાર થતી ટાવેરા કારને અટકાવી તલાશી લીધી હતી જે દરમિયાન કારમાંથી વિદેશી દારૂની મેકડોવલ્સ નં -૧ બ્રાન્ડની કુલ બોટલો નંગ -૧૦૮ કિ.રૂ .૪૦,૫૦૦ તથા ડેર ડેવીલ એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર કુલ ટીન નંગ -૭૨ નો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી નિઝામભાઇ હૈદરભાઇ જેડા (ઉ.વ ૨૭ રહે હાલ- વીસીપરા મદીના સોસાયટી મોરબી -૨ જી મોરબી મુળ રહે- કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ક્વાટર નં -૩૦૨ ની બાજુમા ભાવનગર)ને ઝડપી લીધો હતો. જેને લઈને દારૂ, કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી દરમીયાન પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ, ક્રિપાલસિંહ ચાવડા, રણજીતસિંહ રોહડીયા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા તથા શામજીભાઇ ઉઘરેજા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!