કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને કોરોના સામે રક્ષણ આપવા હાથ ધરાયેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત આજે હળવદ તાલુકાના સુરવદર ગામના ૧૦૮ વર્ષના લક્ષ્મીબેન અને ૧૦૫ વર્ષના મોતીબેનને કોરોના વિરોધી રસી મુકવામાં આવી હતી અને રસી મુકાવ્યા બાદ જમાનો પચાવી ગયેલા બન્ને વૃદ્ધાઓએ અનોખી અદામાં રસી લીધાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. અને સરકારના આ મહા અભિયાનમાં સૌ કોઇ જોડાઈને રસી લેવા અનુરોધ કર્યો હતો.