Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં યુવકનું અપહરણ કરી હત્યા નીપજાવવાના ગુન્હામાં ૧૧ આરોપીની ધરપકડ

મોરબીમાં યુવકનું અપહરણ કરી હત્યા નીપજાવવાના ગુન્હામાં ૧૧ આરોપીની ધરપકડ

મોરબીના ઇન્દીરાનગર ખોડીયાર માંના મંદિર પાસે ચોક ખાતે રહેતા ફરીયાદીના ભાઈ વિજય ઉર્ફે રવીને આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સબંધ હોય જેની આરોપીઓને જાણ થતા તે બાબતનો ખાર રાખી ગુનાહિત કાવત્રુ રચી રવી ઇન્દિરાનગર પટમાં બેઠો હતો. ત્યારે લાકડાના ધોકાઓ જેવા હથીયારો લઇને આવી મરણ રવિને માર મારી ઢસડી અપહરણ કરી બેલા રોડ ઉપર લઇ જઇ ધોકા જેવા હથીયારોથી હાથમા પગમાં તથા શરીરે આડેધડ માર મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુન્હો આચર્યો હતો. જે બાબતે પોલીસે ૧૧ આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઇન્દીરાનગર ખોડીયાર માંના મંદિર પાસે ચોક ખાતે રહેતા ફરીયાદી વિશાલભાઈ પરસોત્તમભાઈ માનેવાડીયા જણાવ્યું છે કે પોતાના ભાઈ મૃત્યુ પામનાર વિજય ઉર્ફે રવીને આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સબંધ હોય જેની આરોપીઓને જાણ થતા તે બાબતનો ખાર રાખી ગુનાહિત કાવત્રુ રચી મૃત્યુ પામનાર ઇન્દિરાનગર પટમાં બેઠો હતો. ત્યા લાકડાના ધોકાઓ જેવા હથીયારો લઇને આવી મરણ જનારને માર મારી ઢસડી અપહરણ કરી બેલા રોડ ઉપર લઇ જઇ ધોકા જેવા હથીયારોથી હાથમા પગમાં તથા શરીરે આડેધડ માર મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુન્હો આચર્યો હતો. જે બાબતે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૨૦૦૦/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૧૦૩(૨), ૧૪૦(૨), ૬૧, ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩(૫), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૧/૧૦/૨૦૨૪ ના કલાક ૮ વાગ્યા આસપાસ દાખલ થતાં પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓને સત્વરે પકડી પાડવાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ રેન્જની સુચના તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનાને અંજામ આપનાર કુલ-૧૧ આરોપીઓ હોય જે તમામ આરોપીઓને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપી હરખજી ઉર્ફે હકો જીવનભાઇ અદગામા, નરેશભાઈ લાબુભાઇ વાઘેલા, વિશાલભાઈ ગાંડુભાઇ બાવરવા, જયેશભાઇ જીવનભાઇ અદગામા, કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઈ અદગામા, સીયારામ ગનેશભાઈ યાદવ, મનીષ અશોકભાઇ દંતેસરીયા, મેરૂભાઇ ભરતભાઇ કરોતરા/રબારી, કિશોરભાઇ ઓર્કે કિશલો લાભુભાઇ વાઘેલા, સુનીલભાઇ જયંતીભાઈ જોગડીયા અને પ્રવિણ ઉર્ફે ઉગો જગમાલભાઇ અદગામાની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!