મોરબી અને વાંકાનેરમાં પોલીસે અલગ અલગ પાંચ સ્થળોએ દરોડા કરી કુલ ૧૧ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશને ૩૧ ઓગસ્ટે જુગાર ધારા કલમ-૧૨ હેઠળ પાંચ જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ ૧૧ આરોપીઓને ઝડપ્યા હતા. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.
મોરબી પોલીસ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા કાર્યરત હોય ત્યારે મોરબી શહેર તથા વાંકાનેર શહેરમાં અકાગ અલગ પાંચ જેટલા સ્થળોએ રેઇડ કરી પોલીસે અસરકારક કામગીરી કતી ૧૧ જેટલા આરોપીઓને ઝડપી લીધા છે.
જુગારના પ્રથમ કેસમાં મોરબીના વીસીપરા સ્મશાન રોડ રાજ બેકરી સામે તીનપત્તિનો જુગાર રમતા ચેતનભાઇ તુલશીભાઇ હળવદીયા, સાગરભાઇ ચતુરભાઇ દાવોદરા અને અશ્વીનભાઇ કીશનભાઇ હળવદીયા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧,૨૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જ્યારે જુગારના બીજા કેસમાં માળીયા ફાટક પાસે બ્રીજ નીચે નોટ નંબરમાં એકી-બેકીનો જુગાર રમતા વિજયભાઇ બાબુભાઇ હમીરપરા અને મુનાભાઇ બાબુભાઇ રાઠોડને રોકડા રૂ.૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
જુગારના ત્રીજા દરોડાની મળતી માહિતી મુજબ ત્રાજપર ચોકડી, માનવંતી ઇલેક્ટ્રીક દુકાન નજીક મયુરભાઇ ભરતભાઇ રંગપરા અને સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયાને ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા રોકડા રી.૮૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા
આ ઉપરાંત જુગારના ચોથા કેસમાં ત્રાજપર મેઇન શેરીમાં સુનીલભાઇ અવચરભાઇ બારૈયા અને રમેશભાઇ ઉર્ફે ધારો ગોપાલભાઇ ટીડાણીને તીનપત્તિનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે૭૨૦ જપ્ત કર્યા છે.
જ્યારે જુગારના પાંચમાં દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ હનુમાનજી મંદિર પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા રોહીતભાઇ જગદીશભાઈ વીંજવાડીયા, રણછોડભાઇ જગદીશભાઈ વીંજવાડીયા, વીશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા, ચતુરભાઈ ગોવીંદભાઈ ચાવડા અને જયેશભાઈ શામજીભાઈ ચાવડાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૦,૬૩૦ કબજે કર્યા છે.
ઉપરોક્ત પાંચેય દરોડામાં પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.