Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી તીન પત્તીનો જુગાર રમતા ઈસમોને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ત્રાજપર ખારી આંગણવાડી પાછળ અમુક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા (રહે.ત્રાજપર શેરી નં.૨ મોરબી-૨), ચંદુભાઇ ગોવિંદભાઇ બારૈયા (રહે.કુબેર ટોકીઝની પાછળ ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર મોરબી-૨), સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા (રહે.કુબેર ટોકીવની પાછળ ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર મોરબી-૨), રવજીભાઇ બાબુભાઇ મકવાણા (રહે.ત્રાજપર ખારી ચંદુભાઇની દુકાનની બાજુમાં મોરબી-૨) તથા મેહુલભાઇ દેવજીભાઇ પરમાર (રહે.ત્રાજપર શેરી નં.૧ જાપાવાળી મેઇન બજાર મોરબી-૨) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ દશામાના મંદીર પાસે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં ખુલ્લી જગ્યામા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા બચુભાઈ વેલજીભાઈ થરેસા (રહે.જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ તા.માળીયા મીં. જી-મોરબી), ભીમજીભાઈ અમરશીભાઈ અગેચણીયા (રહે.મંદરકી તા.માળીયા મીં. જી-મોરબી), કરશનભાઈ હેમુભાઈ સુરાણી (રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં. જી-મોરબી), દુર્ભજીભાઈ સનાભાઈ ઝીંઝુવાડીયા (રહે.જુના ઘાંટીલા તા.માળીયા મીં. જી-મોરબી), દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં. જી-મોરબી) તથા વિનુભાઈ લખમણભાઈ ધોરકડીયા (રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં. જી-મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા, તેમજ તેમની પાસેથી રૂપીયા-૧૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!