રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલની સુચના મુજબ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે તેમજ પ્રોહી./જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા કામગીરી કરતા દરમિયાન માળીયા મીયાણા પોલીસ દ્વારા બાતમીના આધારે માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે માળીયા મીયાણા પોલીસે સ્થળ પર દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા રાહુલભાઇ રામજીભાઇ ઝીંઝુવાડીયા, મનસુખભાઇ કારૂભાઇ ઝીંઝુવાડીયા, વીક્રમભાઇ સુંદરજીભાઇ સુરેલા, ગૌતમભાઇ રમેશભાઇ દેગામા, હિતેશભાઇ ગોવીંદભાઇ સાંતલપરા, મનહરભાઇ ખોડાભાઇ દેગામા, વિજયભાઇ ગીરધનભાઇ ઝીંઝુવાડીયા, વિનોદભાઇ લાલજીભાઇ ઝીંઝુવાડીયા, ધર્મેશભાઇ દશરથભાઇ ઝીંઝુવાડીયા, હીતેશભાઇ ગણપતભાઇ ઝીંઝુવાડીયા તથા ધનજીભાઇ નાનજીભાઇ ઝીંઝુવાડીયા નામના શખ્સો મળી આવ્યા હતા. જેની પોલીસે અટકાયત કરી રોકડા રૂપીયા ૩૦,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે









