Friday, January 10, 2025
HomeGujaratટંકારા અને હળવદમાં ત્રણ સ્થળોએથી જુગાર રમતા ૧૧ જુગારીઓ ઝડપાયા

ટંકારા અને હળવદમાં ત્રણ સ્થળોએથી જુગાર રમતા ૧૧ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ઈસમોને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઝાઝા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ટંકારા અને હળવદમાં ત્રણ સ્થળોએ રેઇડ કરી જુગાર રમતા ૧૧ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, ટંકારા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાઘગઢ ગામે મેલડી માતાજીના મંદીર પાસે ખુલ્લામાં અમુક ઈસમો ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા વલ્લભભાઇ લાલજીભાઇ બારૈયા (રહે.વાઘગઢ ગામ તા.ટંકારા જી.મોરબી), અશ્વિનસિંહ મહીપતસિંહ ઝાલા (રહે.મેઘપર ઝાલા ગામ તા. ટંકારા જી.મોરબી), નીલેશભાઇ ગંગારામભાઇ વાઘેલા (રહે.-રોહીશાળા ગામ તા. ટંકારા જી.મોરબી) તથા નરસીયાભાઇ રેમલીયાભાઇ મેહડા (રહે.રોહીશાળા અશોકભાઇ અમરશીભાઇ ની વાડીએ તા. ટંકારા જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૩૫,૪૫૦/-, રૂ.૫૫૦૦/-ની કિંમતના ૩ મોબાઇલ ફોન તથા રૂ.૩૫,૦૦૦/-ની કિંમતનું રોયલ ઇન્ફીલડ બુલેટ મળી કુલ રૂ.૭૫,૯૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે ખાનગીરાહે મળેલ બાતમીનાં આધારે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે તળાવ વાળા રસ્તેથી આગળ ડાબી બાજુ આવેલ દુકાન પાસે રેઈડ કરી જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા મહેશભાઈ મગનભાઈ વિડજા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી, રાજેશભાઈ કેશવજીભાઈ કાલરીયા (રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી), નંદલાલભાઇ શામજીભાઇ રૂપાલા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી), લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી), હરજીવનભાઈ ઉર્ફે હકાકાકા નાનજીભાઈ કૈલા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી) તથા ડાયાભાઈ અમરશીભાઈ કાલરીયા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પડી તેમની પાસેથી રોકડ રૂ.૨૪,૭૦૦/- નો મુદામાલ કબ્જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રીજા દરોડામાં, હળવદ પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ચરાડવા ગામે રણછોડરાયના મંદિર પાસે, જાહેરમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી-રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નિલેશભાઇ વિનુભાઇ મહેતા (રહે. રણછોડરાયના મંદિર પાસે, ચરાડવા ગામ, તા.હળવગદ, જી.મોરબી) નામના શખ્સને કુલ રોકડા રૂ.૧,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!