Thursday, January 23, 2025
HomeGujaratવાંકાનેરમાં જુગારના અલગ અલગ બે દરોડામાં ૧૧ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરમાં જુગારના અલગ અલગ બે દરોડામાં ૧૧ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના અલગ અલગ બે વિસ્તારમાં પોલીસ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૧૧ જેટલા જુગારીઓ ઝડપાયા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ,પ્રથમ દરોડામાં વાંકાનેર શહેરી વિસ્તારના નવાપરા પંચાસર રોડ પાસે આવેલ મહાદેવજી મંદિર પાસે જાહેરમાં અમુક પત્તાપ્રેમિઓ જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ ત્રાટકી હતી. ત્યારે જાહેરમાં જુગાર રમતા આરોપી નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા (ઉવ.૩૪ ),રોહિતભાઇ જગદીશભાઇ વિંઝવાડિયા(ઉ.વ-૨૫), હર્ષદભાઇ ધિરુભાઇ સેટાણીયા( ઉ.વ.૩૨ ),મનોજભાઇ સામજીભાઇ દેકાવડીયા ( ઉ.વ.૨૭ ),વિજયભાઇ વસંતભાઇ દલસાણીયા(ઉ.વ.૨૫)જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૩૦૦/- કબ્જે કરવામાં આવ્યા હતા.

ત્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ભાવનું કાંટા વાળા રસ્તે આવેલ જયકો નામના બંધ કારખાનામાં અમુક પત્તાપ્રેમીઓ જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી પત્તા રમતા આરોપી સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી (ઉ.વ-૩૫),શામજીભાઇ ઉર્ફે સોમાભાઇ વસ્તાભાઇ ચૌહાણ (ઉ.વ્૩૮), રજનીકાંતભાઇ અવચરભાઇ ગોપાણી( ઉ.વ-૩૯),નયનભાઇ જેન્તીભાઇ મકવાણા ( ઉ.વ-૩૮) ,પંકજભાઇ ભુદરભાઇ સંધાણી (ઉ.વ-૩૮),રાજેશભાઇ કેસુભાઇ અઘારા(ઉ.વ-૪૧) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા બાદ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી નંબર ૧ બાકીના અન્ય આરોપીઓને બોલાવી જુગાર રમાડતો હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૮૪૦૦૦/- કબ્જે કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!