મોરબીના ગોકુલનગરમાં વધુ એકવાર મારમારીનો બનાવ સામે આવ્યો છે જેમાં અગાઉ રસ્તા બાબતના ઝઘડાનો ખાર રાખી સમાજ સેવક યુવક પોતાનું બાઇક લઈને ઘરે આવતો હોય ત્યારે ગોકુલનગર બજારની વાડી નજીક ચાર મહિલા સહિત ૧૧ શખ્સોએ એક સંપ થઈ યુવકને ઢીકા પાટુ તથા કુવાડા વડે બેફામ મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ બાદ યુવકને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા હોસ્પિટલના બિછાનેથી ગોકુલનગર વિસ્તારમાં જ રહેતા ચાર મહિલા સહિત ૧૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ગોકુલનગર પાછળ જાગાની વાડીમાં રહેતા હાલ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી અને પૂર્વ કાઉન્સિલર રોહિતભાઈ શાંતિભાઈ કંઝારિયા ઉવ.૨૮એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે હંશરાજ શામજીભાઈ, રતીલાલ કેશવજી ડાભી,દીનેશ શામજીભાઇ,સુરેશ છગનભાઇ, કેશા ભીમાભાઈ ડાભી, સંજય છગનભાઈ ડાભી, પ્રવીણભાઈ કેશવજીભાઇ ડાભી, મુક્તાબેન છગનભાઈ, લીલીબેન કેશવજીભાઈ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી તથા કિરણબેન રતીલાલ ડાભી તમામ રહે.મોરબી ગોકુલનગરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ રાત્રીના ૮ વાગ્યે રોહિતભાઈ પોતાના બાઇક ઉપર ઘરે આવતા હોય ત્યારે ગોકુલનગર બજારની વાડી પાસે રસ્તામાં જેસીબી દ્વારા કામ ચાલુ હોય ત્યારે જેસીબીના ચાલક સાથે આ બાબતે વાત કરતા હોય ત્યારે અગાઉ રસ્તા બાબતે જુના ઝઘડાનો ખાર રાખી ઉપરોક્ત ચાર મહિલા સહિતના ૧૧ શખ્સો ત્યાં આવી રોહિતભાઈની ગરદન પકડીને માર મારવા લાગ્યા હતા, ત્યારે આરોપી મહિલાઓ દ્વારા પણ લાકડી તથા ઢીકાપાટુનો તથા ઉપરોક્ત આરોપીઓમાંથી બે આરોપીઓએ ઊંધા કુવાડાના ઘા મારી માર મારવામાં આવ્યો હતો. ત્યારે તમામ આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી રોહિતભાઈને બેફામ માર મારતા હોય તે દરમિયાન આજુબાજુથી લોકો ભેગા થઈ જતા રોહિતભાઈને વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે ઉપરોક્ત આરોપીઓએ જતા જતા રોહિતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ રોહિતભાઈને સારવાર માટે મીરબી સિવિલ હોસ્પિટલે લઈ આવતા જ્યાં શરીરે મૂંઢ ઇજાઓની સારવાર લીધી હતી, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ત્યારે રોહિતભાઈએ પોતાની ફરિયાદમાં ઉપરોક્ત ૧૧ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી આરોપીઓની અટકાયત કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.