મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં સજુભા જાડેજાની વાડીની ઓરડીમાં રાજકોટના બુટલેગરે ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પૂર્વ બતમીબે આધારે તાલુકા પોલીસે રેઇડ કરી ઓરડીમાંથી ૧૧૪ બોટલ વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે, આથી પોલીસે રાજકોટના બુટલેગર તથા તપાસજ ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની જરીવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે મોટી વાવડી ગામની સીમમાં આવેલ સજુભા જાડેજાની વાડીમાં ભાગીયા તરીકે રહેલ રાજકોટનો નઝીરભાઈ રહીમભાઈ સંધી ઉપરોક્ત વાડીની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જેથી તુરંત તાલુકા પોલીસે રેઇડ કરતા, ઉપરોક્ત વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૧૪ નંગ બોટલ કિ.રૂ. ૫૮,૬૮૦/-મળી આવી હતી, જ્યારે દરોડા દરમિયાન આરોપી નઝીરભાઈ રહીમભાઈ સંધી રહે.રાજકોટ વાળો હાજર મળી નહિ આવતા, તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.