Saturday, July 19, 2025
HomeGujaratવાંકાનેરના જાલીડા ગામની સીમમાં બાવળની કાંટમાંથી વિદેશી દારૂની ૧૧૫૨ બોટલ મળી આવી:આરોપીની...

વાંકાનેરના જાલીડા ગામની સીમમાં બાવળની કાંટમાંથી વિદેશી દારૂની ૧૧૫૨ બોટલ મળી આવી:આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકા પોલીસે જાલીડા ગામની સીમમાંથી રૂ.૧૪.૯૭ લાખની કિંમતની ૧૧૫૨ નંગ વિદેશી દારૂની બોટલ બાવળની ઝાડીઓમાંથી ઝડપીને લીધી હતી, આ સાથે વકાબેર તાલુકા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમામાં તળીયુ તળાવ પાસે જુના વસુંધરા ગામે જવાના માર્ગે આવેલા ઠાઠર ગૌચર વિસ્તારમાં બાવળની કાંટની વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ વિદેશી દારૂની ૧૧૫૨ શીલપેક બોટલ કિ.રૂ. ૧૪,૯૭,૬૦૦/- છુપાવી રાખેલી હતી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસને ખાનગીરાહે મળેલ માહિતીના આધારે સ્થળ ઉપર દરોડો પાડી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો. ઘટનાના સમયે કોઈ આરોપી હાજર ન મળી આવતા, વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!