Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જેલના 117 કેદીઓને કોરોના પ્રતિરોધક રસી અપાઈ

મોરબી જેલના 117 કેદીઓને કોરોના પ્રતિરોધક રસી અપાઈ

રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બીજી બાજુ ગુજરાતમાં કોરોના સામે સુરક્ષા આપવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં મોરબીના લીલાપર રોડ પર આવેલ અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડિકલ સ્ટાફ તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર અને જેલના કર્મચારીઓના સહયોગથી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં 46 કાચા કામના કેદીઓને પ્રથમ ડોઝ તેમજ બે પાકા કામના અને કાચા કામના-૬૯ કેદી/આરોપીઓને બિજો ડોઝ સહિત કુલ ૧૧૭ બંદિવાનોને કોરોના પ્રતિરોધક વેક્શિન આપવામાં આવી હતી. કેદીઓની આરોગ્ય સલામતીના ભાગરૂપે આ વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!