Saturday, January 11, 2025
HomeGujaratમોરબી અને માળીયા મી.માં બે સ્થળોએથી જુગાર રમતા ૧૨ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી અને માળીયા મી.માં બે સ્થળોએથી જુગાર રમતા ૧૨ પત્તાપ્રેમીઓ ઝડપાયા

છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ બે સ્થળોએ મોરબી જિલ્લા પોલીસે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ 12 ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં વીસીપરા મેઇન રોડ કુબેર આઇસ ફેક્ટરી પાસે જાહેરમાં અમુક ઈસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા ઇરફાનભાઇ રહીમભાઇ નારેજા (રહે.વીસીપરા રમેશ કોટન મીલનીમાં મોરબી), અફજલ ઉર્ફે અપુડો કરીમભાઇ સુમરા (રહે.વીસીપરા બિલાલી મસ્જીદ પાછળ બીજી શેરીમાં મોરબી), કરીમાબેન આમદભાઇ વીરમભાઇ (રહે.વીસીપરા ધોળેશ્વર રોડ રમેશ કોટન મીલની ચાલીમાં મોરબી), મરીયમબેન રહીમભાઇ નુરાભાઇ સુમરા (રહે.મોરબી વીસીપરા મેઇન રોડ ફુલછાબ કોલોની કુબેર આઇસ ફેક્ટરી સામે મોરબી) તથા જાનબાઇ રહીમભાઇ કરીમભાઇ નારેજા નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૨૦૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે વાગડીયા ઝાપા પાસે અખાડામા રેઈડ કરી જાહેરમા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા મુસ્તાકભાઈ દાઉદભાઈ ભટ્ટી (રહે.માળીયા મીં. ભાડ વિસ્તાર તા.માળીયા મીં. જી-મોરબી), સાઉદીનભાઈ જાનમામદભાઈ ભટ્ટી (રહે.ભાડ વિસ્તાર માળીયા મીં. તા-માળીયા મીં. જી-મોરબી), યુનુશભાઇ તાજમામદભાઈ ભટ્ટી (રહે.માળીયા મી. જુની મસ્જીદની પાછળ તા.માળીયા મીં. જી-મોરબી), કાસમભાઈ જુમાભાઈ મોવર (રહે.માળીયા મી વાગડીયા ઝાપા પાસે તા.માળીયા મીં. જી-મોરબી), ઈરફાનભાઈ સલીમભાઈ કટીયા (રહે.ટેલીફોન એક્સચેંજ પાછળ માળીયા મીં. તા.માળીયા મીં. જી-મોરબી), ફતેમામદભાઈ તાજમામદભાઈ જામ (રહે.માળીયા મીં. મેઈન બજાર વાળી શેરી તા.માળીયા મીં. જી-મોરબી) તથા સિંકદરભાઈ જાનમામદભાઈ ભટ્ટી (રહે.માળીયા મીં. જુની મચ્છીપીઠ તા.માળીયા મીં. જી-મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૦,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!