ક્રાઇમ બ્રાંચ ટીમે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૫૩,૧૦૦/-કર્યા કબ્જે
મોરબી શહેરમાં જુગાર/દારૂની બદી ડામવા જીલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અનુસંધાને મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે વાવડી રોડ કારીયા સોસાયટી ઉમિયાનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૧૨ પત્તાપ્રેમીઓને પકડી લેવામાં આવ્યા હતા,
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી, જે અન્વયે મોરબી શહેર પોલીસ તેમજ એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ કાર્યરત હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે એલસીબી પોલીસ ટીમે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીના ઉમિયાનગરમાં પોપટભાઇ ભરવાડના મકાન પાસે રેઇડ કરીને જાહેરમાં ગંજીપતાના પાનાં અને પૈસા વતી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૨ જુગારીને પકડી લેવામાં આવ્યા છે.
જેમાં ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર ઉવ.૪૦ રહે. મોરબી નવલખી રોડ યમુના નગર, મુકેશ શ્રીરામનરેશ સહાની ઉવ.૨૬ રહે.મોરબી કાલીકાપ્લોટ, સંતોષમહતો કિશુનમહતો કુશવાહ ઉવ.૩૫ રહે.મોરબી જેલચોક પાછળ બોરીચાવાસ, રાહુલસીંગ પ્રાગસીંગ સેંગર ઉવ.૨૯ રહે.મોરબી નવલખી રોડ યમુના નગર, રાકેશ શિવચરન કુશવાહ ઉવ.૩૨ રહે.મોરબી નવલખી રોડ યમુના નગર, અનિલકુમાર કલ્યાણસીંગ વિશ્વકર્મા ઉવ.૨૫ રહે. મોરબી બાયપાસ રોડ આનંદનગર, પ્રવેન્દ્રસીંગ સુંદરસીંગ સેંગર ઉવ.૨૯ રહે.મોરબી ગ્રીનચોક નાનીબજાર, મનિષભાઇ ઉર્ફે રમેશ ભુરેલાલ ચૌહાણ ઉવ.૩૧ રહે.મોરબી નવલખી રોડ યમુનાનગર, ભરતસીંગ શિવમોહનસીંગ સેંગર ઉવ.૨૬ રહે.મોરબી વીસીપરા, ગોવીંદા લાખન કુશવાહ ઉવ.૩૫ રહે. મોરબી નવલખી રોડ યમુના નગર, શ્યામસીંગ સુરેશસીંગ સેંગર ઉવ.૨૮ રહે.મોરબી જેલચોક રબારીવાસ તથા રાજેશ રામગોપાલ ધાનુક ઉવ.૪૩ રહે.મોરબી શકિતપ્લોટ-૫ વાળાને રંગેહાથ ઝડપી લેવાયા હતા, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૫૩,૧૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.