Friday, November 29, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ જુગારીઓ રૂ.૪...

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ જુગારીઓ રૂ.૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિજગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ મોરબી એલ.સી.બી. પી.આઈ ડી.એમ. ઢોલને સુચના આપતા તેઓને તથા પી.એસ.આઈ. કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા કુલ ૧૨ આરોપીઓને રોકડા રૂ.૪,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, ગોરધનભાઇ છનાભાઇ કોળી (રહે.સતાવીરડા તા.વાંકાનેર) રાતાવીરડા ગામની સીમ ભીમગુડા જવાના મારગે નવા બનતા કારખાના પાછળ ખેતરની પોતાના કબ્જા ભોગવટા ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત અન્વયે ગઈકાલે પોલીસે રેઇડ કરતા ગોરધનભાઇ છનાભાઇ અબાસણીયા, છગનભાઇ સતાભાઇ મુંધવા, ચંદુભાઇ સોમાભાઇ રીબડીયા, પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા, શાંતિદાસ વજેરામભાઇ દુધરેજીયા, કૌશિકભાઇ મહેશભાઇ કંઝારીયા, જગદિશભાઇ ખીમાભાઇ રબારી, કમલેશભાઇ છગનભાઇ સંઘાણી,, મીઠાભાઇ રણછોડભાઇ રાવા , મયુરભા પ્રવિણભા ગઢવી, મુકેશભાઇ રેવાભાઇ રાતડીયા તથા રાજ કનુભાઇ રતન નામના ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડા રૂ.૪,૫૨,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!