Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ત્રણ સ્થળોએથી ૧૨ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં ત્રણ સ્થળોએથી ૧૨ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેઇડ પાડવામાં આવી હતી. જેમાં અલગ અલગ જગ્યા પર જુગાર રમતા ૧૨ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમજ તેમની પાસેથી રોકડ રકમ કબ્જે કરી પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોનનો જુગાર રમતા કાનજીભાઇ મેરૂભાઇ જાસલીયા (રહે.વીસીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે મોરબી), નરસીભાઇ બેચરભાઇ જંજવાડીયા (રહે.વીસીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે મોરબી) તથા શીલ્પાબેન મહેશભાઇ બાબરીયા (રહે.વીસીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે મોરબી)ને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂપીયા-૮૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે ત્રાજપર હડકાઇ માતા વાળી શેરીમાં આવેલ આરોપી જેન્તીભાઇ ગાંડુભાઇ માજુસાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં જુગારની રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પર જુગાર રમતા જેન્તીભાઇ ગાંડુભાઇ માજુસા (રહે.ત્રાજપર હડકાઇ માતાવાળી શેરી ભરવાડ સમાજની વંડી આગળ મોરબી-૨), અરસદભાઇ નાજીરભાઇ લશ્કરી (રહે.લાલબાગ સી-૨ કવાર્ટર નં.૯ મોરબી), દેવજીભાઇ જીવણભાઇ બાવરવા (રહે.ત્રાજપર હકડાયી માતા વાળી શેરી મોરબી-૨), સુખરામભાઇ પ્રભુભાઇ જીંજવાડીયા (રહે.ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર મફતીયાપરા મોરબી), રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયા (રહે.આનંદનગર સોસાયટી એસ્સાર પંપ પાસે મહેન્દ્રનગર મોરબી-૨) તથા દિનેશભાઇ રામજીભાઇ પાટડીયા (રહે.ત્રાજપર હકડાયી માતા વાળી શેરી મોરબી-૨)ને રોકડા રૂપીયા-૨૫,૮૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

ત્રીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે ટંકારાના દ્વારકાધીશ જીન પાસે દેવીપુજક વાસ શેરીમા ખુલ્લી જગ્યામાં રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન જુગાર રમતા મુનાભાઈ ધનજીભાઈ કુંઢીયા (રહે- ટંકારા દ્વારકાધીશ જીન પાસે દેવીપુજક વાસ તા- ટંકારા જી-મોરબી), ગંગારામભાઈ ગોરધનભાઈ કુંઢીયા (રહે- ટંકારા દ્વારકાધીશ જીન પાસે દેવીપુજક વાસ તા- ટંકારા જી-મોરબી) તથા કિરણભાઈ પ્રભુભાઈ કુંઢીયા (રહે- ટંકારા દ્વારકાધીશ જીન પાસે દેવીપુજક વાસ તા- ટંકારા જી-મોરબી)ને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂપીયા ૧૫૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!