નવું વર્ષ રાજ્યના IPS અધિકારીઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. જેમાં પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે.
ગુજરાત પોલીસના IPS અધિકારી માટે નવું વર્ષ સારા સમાચાર સાથે શરૂ થયું છે. 31 ડિસેમ્બરની મોડી રાત્રીના રાજ્ય સરકારે 12 સિનિયર IPS ને પ્રમોશન આપી નવા વર્ષની ભેટ આપી છે, જેમાં મહિલા IPS નીરજા ગોટરૂ ડીજીપીનું પ્રમોશન કરવામાં આવ્યું છે. જ્યારે નિપુણા તોરવણેને એડી. ડીજી નું પ્રમોશન અપાયું છે. આ ઉપરાંત ચૈતન્ય માંડલિક, તરુણ દુગ્ગલ, સરોજ કુમારી, જી. એ.પંડ્યા, હિતેશ જોયસર, રાકેશ બારોટ, સુધા પાંડે, સુજાતા મજમુદાર, રાજેન્દ્રસિંહ ચુડાસમાને પણ ડીઆઇજી નું સત્તાવાર પ્રમોશન આપાયું છે. વર્ષના છેલ્લા દિવસે પ્રમોશન આપી ગૃહ વિભાગે અધિકારીઓને નવા વર્ષની ભેટ આપી છે.