રાજ્યમાં ગઈકાલે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેની વચ્ચે અનેક સ્થળોએ પશુ-પક્ષીઓને ઈજાઓ પહોંચી હોવાના સમાચારો પણ સામે આવ્યા હતા.ત્યારે પશુ-પક્ષીઓની સારવાર માટે મોરબીના રવાપર રોડ ઉપર પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે ૧૨૦ જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ ઉપર, પટેલ મેડિકલ સામે, બાપા સીતારામ ચોક પાસે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં ગઈ કાલે ઉત્તરાયણના દિવસે આખા દિવસમાં ૧૨૦ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા.જે પૈકી ૨૨ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. જયારે હાલ પણ બીજા દિવસે વેહલી સવારે ૧૦ વાગ્યા સુધીમાં પણ ૨૦ જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે.જેની સઘન સારવાર ચાલુ છે.ત્યારે મોરબીમાં તમારા વિસ્તારમાં પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ તમને ધ્યાને પડે તો મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રનો મો.7574885747 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.