Thursday, November 30, 2023
HomeGujaratમોરબી હળવદ રોડ પરથી ૧૨૦ અને અનંતનગરમાથી ૨૯ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

મોરબી હળવદ રોડ પરથી ૧૨૦ અને અનંતનગરમાથી ૨૯ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

મોરબી હળવદ રોડ પરથી ૧૨૦ બોટલ દારૂ તથા અંનતનગરમા ૨૯ બોટલ દારૂ મળી આવતા એક બુટલેગર સહીત બેની ધરપકડ કરી હતી તેમજ અન્ય એક શખસને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જેની સામે જુદા જુદા પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી હળવદ રોડ પાસે રામકો વિલેજ સોસાયટી આવેલ મકાનમાથી પોલીસે રેઈડ કરી ૧૨૦ બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સ્થળ પર હાજર સની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયાની ધરપકડ કરી હતી. તેમજ મદદગારી કરનાર જયદિપસિંહ જાડેજા ( રહે. મોટી ખેડોઈ તા. અંજાર)ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી .
બીજા બનાવમાં મોરબીમાં અંનતનગર શેરી નં. ૩મા રહેતા સંજય રમણીકભાઈ રાઠોડના મકાનમાથી ૨૯ બોટલ દારૂ મળી આવતા તેની ધરપકડ કરી હતી તેમજ આ કેસમાં પણ સની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયાએ મદદગારી કરી હોય તેની સામે પણ ગુનો નોંધાયો હતો. બનૈ કેસમાં તેની સંડોવણી ખુલી હતી.

ત્રીજા બનાવમાં હળવદ ઇશનપુર ગામે કીડી ગામે જવાના રસ્તા પરથી અજય જીવરાજભાઈ વરાણીયાની બે બોટલ દારૂ સાથે હળવદ પોલીસે ધરપકડ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!