ટંકારાના રાજકોટ-મોરબી રોડ બાજુમા આવેલ દયાનંદ સોસાયટી ખાતે શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા તા. 6 માર્ચેના રોજ આંખના દર્દીઓ માટે વિનામુલ્યે સારવાર અને નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 જેટલા દર્દીઓએ લાભ લિધો હતો.
ટંકારાના દયાનંદ સોસાયટી ખાતે શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા આંખના દર્દીઓ માટે તા. ૬ માર્ચના રોજ સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામુલ્યે સારવાર અને નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં ૧૨૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની તા. ૬ ના રોજ સવારે ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને નેત્રમણિ બેસાડવાના નેત્રયજ્ઞ કેમ્પનુ વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક આંખ પિડીતોને લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે. ત્યારે આ કેમ્પમાં ટંકારા સદગુરુ મિત્ર મંડળના કાજલબેન બોડા, મનસુખભાઈ બોડા, ગિરીશભાઈ ગાંધી, જગુભાઈ કુબાવત, નિલેશભાઈ પટણી, નંદાસણા સાહેબ, ભાગિયા સાહેબ, ચંદ્રકાંતભાઈ કટારીયા, લાલાભાઈ આચાર્ય સહિતના મંડળના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.